Type Here to Get Search Results !

IBPS ક્લાર્ક ભરતી 2026: 11,403 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પડ્યું | IBPS Clerk


IBPS ક્લાર્ક ભરતી 2026: 11,403 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પડ્યું | IBPS Clerk Recruitment 2026 Notification

બેંકિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે એક સુંદર તક આવી ગઈ છે. ઇન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ પર્સોનલ સિલેક્શન (IBPS) દ્વારા Customer Service Associate (CSA) / ક્લાર્ક ના પદ માટે 11,403 જગ્યાઓ પર ભરતી અંગેની સત્તાવાર જાહેરાત (Notification) બહાર પાડવામાં આવી છે.

જો તમે બેંકિંગ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ ભરતી સાથે જોડાયેલી તમામ મહત્વપૂર્ણ માહિતી નીચે મુજબ છે:

ભરતી ની મુખ્ય વિગતો (Overview)

  • સંસ્થાનું નામ: ઇન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ પર્સોનલ સિલેક્શન (IBPS)

  • જાહેરાત ક્રમાંક: CRP CSA-XVI

  • પોસ્ટનું નામ: કસ્ટમર સર્વિસ એસોસિએટ (CSA) / ક્લાર્ક

  • કુલ જગ્યાઓ: 11,403

  • અરજી કરવાનો પ્રકાર: ઓનલાઈન

  • ઓફિશિયલ વેબસાઇટ: www.ibps.in

મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

  • ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો: 01 ઓગસ્ટ 2026 થી 28 ઓગસ્ટ 2026

  • ફી ભરવાની છેલ્લી તારીખ: 28 ઓગસ્ટ 2026

  • પ્રી-એક્ઝામિનેશન ટ્રેનિંગ (PET): સપ્ટેમ્બર 2026

  • પ્રિલિમિનરી પરીક્ષા (Prelims Exam): ઓક્ટોબર 2026

  • પ્રિલિમ પરીક્ષાનું પરિણામ: નવેમ્બર 2026

  • મુખ્ય પરીક્ષા (Mains Exam): ડિસેમ્બર 2026

  • પ્રોવિઝનલ એલોટમેન્ટ (અંતિમ ફાળવણી): માર્ચ 2027

રાજ્યવાર જગ્યાઓની વિગત (State-wise Vacancies)

IBPS ક્લાર્ક ભરતી હેઠળ દેશભરના વિવિધ રાજ્યો માટે કુલ 11,403 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. અમુક મુખ્ય રાજ્યોની વિગત આ મુજબ છે:

  • ગુજરાત: 698

  • મહારાષ્ટ્ર: 1,051

  • ઉત્તર પ્રદેશ: 1,731

  • કર્ણાટક: 1,414

  • પશ્ચિમ બંગાળ: 946

  • તમિલનાડુ: 675

  • મધ્ય પ્રદેશ: 570

  • બિહાર: 491

  • દિલ્હી: 415
    (અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જગ્યાઓ માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.)

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા (Eligibility & Age Limit)

  • શૈક્ષણિક લાયકાત: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખામાં ગ્રેજ્યુએશન (સ્નાતક) ની ડિગ્રી.

  • વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અન્ય શરતો: આ અંગેની વિસ્તૃત માહિતી અને નિયમો જાણવા માટે IBPS ની સત્તાવાર PDF નોટિફિકેશન વાંચી લેવું.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? (How to Apply)

  1. સૌપ્રથમ IBPS ની સત્તાવાર વેબસાઇટ ibps.in ની મુલાકાત લો.

  2. હોમપેજ પર "CRP Clerical / CSA" સંબંધિત લિંક પર ક્લિક કરો.

  3. 'New Registration' પર ક્લિક કરીને તમારી પ્રાથમિક વિગતો ભરો.

  4. તમારો રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મેળવ્યા બાદ લોગિન કરો.

  5. માગેલી શૈક્ષણિક વિગતો, ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.

  6. નિયત અરજી ફી ની ચુકવણી (Online Payment) કરી ફોન/કોમ્પ્યુટરમાં કન્ફર્મેશન પેજ સેવ કરો.

મહત્વપૂર્ણ લિંક્સ (Important Links)

  • ઓફિશિયલ વેબસાઇટ: ibps.in

  • સૂચના સ્રોત: Corrigendum for extension CRP CSA XVI Notification: Click Here
  • IBPS Clerk Apply Online: Click Here (Link Active)
  • IBPS Clerk Full Notification PDF Download Link: Click Here (IBPS) | Link-2: Click Here (Google Drive)
Tags

Post a Comment

0 Comments